ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 19, 2024 9:23 એ એમ (AM) | ભારતીય હવામાન વિભાગ

printer

ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ભાગોમાં આવતીકાલ સુધી, પંજાબ – હરિયાણા અને ચંદીગઢમાં શનિવાર સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે.
હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન આજે કેરળ, માહે, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે આગામી 4 થી 5 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારતના લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ