ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 11, 2024 8:17 પી એમ(PM) | હવામાન વિભાગ

printer

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલથી 15મી જુલાઈ સુધી કોંકણ અને ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર અને ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરાખંડ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે વાવાઝોડા અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદમાં પણ આગામી પાંચ દિવસ દરમિયાન છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આવતીકાલે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહાર અને અરુણાચલ પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ