ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, છેલ્લા 2 દિવસથી રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જ્યારે આણંદમાં 10 અને ખેડામાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર, છેલ્લા 24 કલાકમાં આણંદના બોરસદ, ખંભાત, તારાપુર અને આણંદ તાલુકામાં, વડોદરાના પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત આણંદના સોજીત્રા અને પેટલાદ, કચ્છના માંડવી અને નખત્રાણા, ખેડાના વાસો, મહીસાગરના બાલાસિનોર તેમ જ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકા ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકામાં નવ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અમદાવાદના ધોળકા તાલુકામાં આઠ ઇંચ વરસાદ સાથે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે.
રાજ્યમાં હજી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે એસ.ટી. બસ પરિવહનને અસર થઈ છે. રાજ્યના 433 રૂટ બંધ કરાતા 2 હજાર 81 ટ્રીપ રદ થઈ છે.
Site Admin | ઓગસ્ટ 27, 2024 3:39 પી એમ(PM) | વરસાદ