ભારતીય હવામાન વિભાગએ આગામી 5 થી 6 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મુખ્ય ભાગોમાં ઠંડીનું મોજુ ફરી વળવાની આગાહી કરી છે. આગામી 2 થી 3 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને પંજાબમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળે તેવી શક્યતા વ્યક્તિ કરી છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાનમાં આગામી 2 દિવસ દરમિયાન ઠંડીની લહેર જોવા મળી શકે છે.
દરમિયાન મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ અને પૂર્વ ભારતમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવના છે. આ દરમિયાન, હવામાન વિભાગે દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ અને આજે રાયલસીમામાં ભારે વરસાદની આગાહી કરી છે.
Site Admin | ડિસેમ્બર 19, 2024 2:02 પી એમ(PM) | ભારતીય હવામાન વિભાગ
ભારતીય હવામાન વિભાગએ આગામી 5 થી 6 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મુખ્ય ભાગોમાં ઠંડીનું મોજુ ફરી વળવાની આગાહી કરી છે
