ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 12, 2025 8:59 એ એમ (AM) | ભારતીય હજ સમિતિ

printer

ભારતીય હજ સમિતિ દ્વારા વર્ષ 2025ની હજ યાત્રા માટે ગઇકાલે જાહેર કરાયેલી બીજી પ્રતિક્ષા યાદીમાં વિવિધ રાજ્યોમાંથી મળેલી હજ યાત્રાની 3 હજાર 676 અરજીઓના આધારે હંગામી બેઠકોની ફાળવણી કરવામાં આવી છે.

ભારતીય હજ સમિતિ દ્વારા વર્ષ 2025ની હજ યાત્રા માટે ગઇકાલે જાહેર કરાયેલી બીજી પ્રતિક્ષા યાદીમાં વિવિધ રાજ્યોમાંથી મળેલી હજ યાત્રાની 3 હજાર 676 અરજીઓના આધારે હંગામી બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. લઘુમતી બાબતોના મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે સંબંધિતોએ આગામી 23મી જાન્યુઆરી સુધીમાં હજ યાત્રા માટેના બે લાખ 72 હજાર 300 રૂપિયા જમા કરાવવાના રહેશે. એવી જ રીતે અરજદારોએ જરૂરી દસ્તાવેજો પણ રજૂ કરવા પડશે.
ઉલ્લેખનીય છે કે ભારતીય હજ સમિતિ આ વર્ષે એક લાખ 22 હજાર ભાવિકોને હજ યાત્રાએ મોકલશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ