ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 27, 2025 7:38 પી એમ(PM)

printer

ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવવા ઈચ્છુક ઉમેદવારો દશમી એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવવા ઈચ્છુક ઉમેદવારો દશમી એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા આ ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેક્નિકલ, ક્લર્ક, સ્ટોરકીપર, ટ્રેડસમેન કેટેગરીમાં અરજી કરી શકાશે. એક ઓક્ટોબર 2004 થી એક એપ્રિલ 2008 વચ્ચે જન્મેલા અપરણિત પુરૂષ ઉમેદવારો અરજી કરી શકશે.
વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઈટ: www.joinindianarmy.nic.in ની મુલાકાત લેવા ભરતી કાર્યાલય દ્વારા જણાવાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ