ભારતીય સેનાના જવાન વરુણ તોમરે 67મી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધા 2024ની પુરુષોની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં જીત મેળવી રાષ્ટ્રીય શૂટીંગ ચેમ્પિયન બન્યા છે. આ સ્પર્ધામાં વરુણના સાથી ખેલાડી પ્રદ્યુમન સિંહે રજત જ્યારે રાજસ્થાનના આકાશ ભારદ્વાજે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સાથે વરુણ તોમરે પુરુષોની જુનિયર 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધા પણ જીતી લીધી છે.
પુરુષ વર્ગમાં યુવાઓની 10 મીટર એર પિસ્તોલ શ્રેણીમાં ઉત્તર પ્રદેશના ચિરાગ શર્માએ સુવર્ણ, દેવ પ્રતાપે રજત અને રાજસ્થાનના મયંક ચૌધરીએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધા નવી દિલ્હીના ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે યોજાઇ હતી.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:51 પી એમ(PM)