ભારતીય સેનાએ બહુ-પક્ષીય વાર્ષિક સંયુક્ત માનવીય સહાય અને આપત્તિ રાહત કવાયતનું સફળતાપૂર્વક ઉદ્ઘાટન કર્યું હતું.આજથી શરૂ થયેલા અમદાવાદ ખાતેના’સંયુક્ત વિમોચન 2024′.ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સાધીને આપત્તિનેપહોંચી વળવાની તૈયારીના હેતુથી કવાયતની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ‘ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાત’ ની થીમ પરધ્યાન કેન્દ્રિત કરતી ઓખા-પોરબંદર દરિયાકિનારા પરની અસરોની ટેબલ ટોપ એક્સરસાઇઝ દર્શાવવામાં આવી હતી.’સંયુક્ત વિમોચન 2024’માંક્ષમતા પ્રદર્શન અને ઔદ્યોગિક પ્રદર્શન પણ હશે જે આવતીકાલે પોરબંદર ખાતે યોજાશે.
Site Admin | નવેમ્બર 18, 2024 7:09 પી એમ(PM)