ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 27, 2025 6:37 પી એમ(PM)

printer

ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા કચ્છના ધોરડો ખાતે એર-શૉ યોજાશે

ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા કચ્છના ધોરડો ખાતે એર-શૉ યોજાશે. સફેદ રણમાં ૩૧મી જાન્યુઆરી અને ૦૧ ફેબ્રુઆરી બે દિવસ એર-શૉનું આયોજનકરવામાં આવ્યું છે. આ બે દિવસીય એર-શૉ દરમિયાન, ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ, સફેદ રણધોરડોના આકાશમાં વિવિધ હવાઈ કરતબ કરશે. ભારતીય વાયુદળની પ્રસિદ્ધ (હોક) વિમાનવાળીસૂર્યકિરણ ટીમની સાથોસાથે સુખોઈ- ૩૦ અને જગુઆર વિમાન પણ આ શૉમાં ભાગ લેશે. ભારતીય વાયુ સેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમનું ગઠન ૧૯૯૬માંકરવામાં આવ્યું હતું અને તે વિશ્વની કેટલીક એરોબેટિક્સ ટીમોમાંથી એક છે, જ્યારે એશિયામાંથી એકમાત્ર છે. આ ટીમે ભારતમાં ૫૦૦થીવધુ પ્રદર્શન કર્યાં છે, તે ઉપરાંત ચાઈના, શ્રીલંકા, મ્યાંમાર, થાઇલેન્ડ,સિંગાપોર અને સંયુક્ત અરબ અમિરાતમાં હવાઈ પ્રદર્શન કર્યું છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ