ભારતીય વાયુસેના દ્વારા એક ઇન્ડક્શન પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દિલ્હીથી રવાના થયેલી એક વિશેષ ટીમ તેના ઇન્ડક્શન પ્રચાર પ્રદર્શન વાહન સાથે 28 જાન્યુઆરી 2025ના રોજ IIIT વડોદરા ગાંધીનગર ખાતે પહોંચશે. કોલેજના વિદ્યાર્થીઓ માટે IAF અને ભારતીય વાયુસેનામાં ઉપલબ્ધ કારકિર્દીની તકો વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન યુવા માનસને પ્રેરણા આપવા અને ભારતીય વાયુસેનાના કર્મચારીઓના જીવન તેમજ કામગીરી વિશે સીધી સમજ પૂરી પાડવા પર કેન્દ્રિત રહેશે.
IPEV કવાયતમાં ખાસ ડિઝાઇન કરવામાં આવેલું પ્રદર્શન વાહન રહેશે જે ભારતીય વાયુસેનામાં ઉપલબ્ધ કારકિર્દીના વિવિધ વિકલ્પો પર પ્રકાશ પાડે છે જેમાં ફ્લાઇંગ, ટેકનિકલ, ગ્રાઉન્ડ અને વહીવટી શાખાઓમાં રહેલી તકોનો સમાવેશ થાય છે. આ તકો અંગે વાહનમાં ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે, વીડિઓ અને પ્રેઝન્ટેશન પ્રદર્શિત કરવામાં આવશે. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સીધા જોડાવાની તક આપશે. વાયુસેનાના અધિકારીઓ ભારતીય વાયુસેનામાં ભરતી પ્રક્રિયા, તાલીમ અને કારકિર્દીમાં પ્રગતિ વિશે માહિતી પૂરી પાડશે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 9:33 એ એમ (AM)
ભારતીય વાયુસેના દ્વારા એક ઇન્ડક્શન પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે
