ભારતીય વાયુસેનાની 29 અગ્નિવીર વાયુ મહિલાઓ પહેલીવાર મહિલા ડ્રીલ ટુકડી બનાવવા એક જૂથ થઈ છે. આ ટુકડી 26 જુલાઈના રોજ કારગીલ વિજય દિવસ પર ઈન્ડિયા ગેટ ખાતે પ્રદર્શન કરશે. ભારતીય વાયુસેનાએ નાગરિકોને આ પ્રદર્શનનો ભાગ બનવા માટે આમંત્રિત કર્યા છે, જેમાં તાકાત, એકતાના પ્રદર્શન સાથે એરફોર્સ બૅન્ડનું વિશેષ પર્ફોમન્સ પણ જોવા મળશે.
Site Admin | જુલાઇ 25, 2024 11:29 એ એમ (AM)