ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ SKAT 22મી જાન્યુઆરીએ વડોદરામાં એરોબેટિક એર-શો કરશે.પાંચ વિમાનો આકાશમાં હેલિક્સ આકાર બનાવશે જે DNA રચના જેવું લાગે છે. આ એર-શોનું મુખ્ય આકર્ષણ તિરંગાની રચના હશે. જે દિશભક્તિની ભાવના લોકોમાં ઉત્પન્ન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે 1996 માં રથપાયેલી SKAT ટીમ એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે. અને વિશ્વની કેટલીક શ્રેષ્ઠ ટીમોમાંની એક હોવાનો ખિતાબ ધરાવે છે.આગામી 25અને 26 જાન્યુઆરીએ જામનગર, 29મીએ નલિયા અને 31 જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીએ ભૂજમાં એર શો યોજાશે.
Site Admin | જાન્યુઆરી 20, 2025 7:31 પી એમ(PM) | સૂર્યકિરણ એરોબેટિક