ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 9:37 એ એમ (AM)

printer

ભારતીય લોકો સદભાવમાં વિશ્વાસ કરે છે : મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત તટસ્થ નથી, પરંતુ શાંતિ માટે મજબૂતીથી પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, ભારત શાંતિ અંગે જે પણ બોલે છે, વિશ્વ તેને સાંભળે છે. કારણ કે, ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીજીની ધરતી છે. શ્રી મોદીએ A.I. સંશોધક અને પૉડકાસ્ટર લેક્સ ફ્રિડમૅન સાથેની વાતચીતમાં કહ્યું, ભારતીય લોકો સદભાવમાં વિશ્વાસ કરે છે, અને તેઓ શાંતિના સમર્થક હોય છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના ઘર્ષણ પર પણ શ્રી મોદીએ કહ્યું, બંને દેશ વાતચીત માટે એકસાથે આવશે ત્યારે જ આનું સમાધાન આવશે.
શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત પાકિસ્તાનને આતંકવાદનો માર્ગ છોડવા અનુરોધ કરતું રહ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અંગે શ્રી મોદીએ કહ્યું, તેઓ વિવિધ મંચ પર કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વગર ભારતના હિત માટે મજબૂતીથી ઊભા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ