દિવાળી અને છઠ્ઠ પૂજા સહિતના આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલ્વે આજથી આવતા મહિનાની 7 તારીખ સુધી 195થી વધારાની વિશેષ ટ્રેનો દોડાવશે. આ ટ્રેનો મુખ્યત્વે નવી દિલ્હી અને આનંદ વિહાર રેલ્વે સ્ટેશનોથી દેશના પૂર્વીય વિસ્તારો માટે રવાના થશે.
આકાશવાણી સાથે વાત કરતા ઉત્તર રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર વર્માએ જણાવ્યું હતું કે, મુસાફરો માટે આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે આ વર્ષે 1 લાખ 70 હજારથી વધુ વધારાની બેઠકો ઉપલબ્ધ થશે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે, આ વિશેષ ટ્રેનોમાં બિનઆરક્ષિત શ્રેણીના પ્રવાસીઓ માટે લગભગ 54 હજાર વધારાની બેઠકો ઉમેરવામાં આવી છે.
શ્રી વર્માએ કહ્યું કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી પૂર્વ તરફ જતી તમામ વિશેષ ટ્રેનો પ્લેટફોર્મ નંબર 16 પરથી ઉપડશે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 8:43 એ એમ (AM) | ભારતીય રેલ્વે
ભારતીય રેલ્વે દ્વારા દિવાળી – છઠ પૂજા સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને વિશેષ ટ્રેનો દોડાવાશે.
