ભારતીય રેલવે IRCTC અને ઉત્તરાખંડ પર્યટન વિકાસ નિગમનાં સહયોગથી કેદારનાથ, બદ્રીનાથ સહિતનાં યાત્રાધામો માટે ભારત ગૌરવ ટ્રેન શરૂ કરશે. ભારત ગૌરવ માનસખંડ એક્સપ્રેસ દ્વારા બદ્રી-કેદાર-કાર્તિક સ્વામી યાત્રા 10 રાત્રિ અને 11 દિવસનું પેકેજ છે, જેમાં ઋષિકેશ, રુદ્રપ્રયાગ, ગુપ્ત કાશી, કેદારનાથ, કાર્તિક સ્વામી મંદિર, જ્યોતિર્મઠ અને બદ્રીનાથને આવરી લેવામાં આવશે.
યાત્રાનો પ્રારંભ 3 ઓક્ટોબરે બપોરે બે વાગે મુંબઇનાં CSMT થી થશે અને 13 ઓક્ટોબરે સવારે 11 વાગે પરત ફરશે. પ્રવાસીઓ કલ્યાણ, પૂણે, દૌંડ, મનમાડ, ભુસાવળ, ખંડવા, ઈટારસી ,ભોપાલ, બીના, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ગ્વાલિયર, આગ્રા કેન્ટ, હઝરત નિઝામુદ્દીન અને હરિદ્વારથી બેસી અને ઉતરી શકશે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2024 9:42 એ એમ (AM) | IRCTC
ભારતીય રેલવે IRCTC અને ઉત્તરાખંડ પર્યટન વિકાસ નિગમનાં સહયોગથી કેદારનાથ, બદ્રીનાથ સહિતનાં યાત્રાધામો માટે ભારત ગૌરવ ટ્રેન શરૂ કરશે
