ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 5, 2024 9:59 એ એમ (AM) | રેલવે

printer

ભારતીય રેલવે દિવાળી અને છઠ પુજાનાં તહેવારને ધ્યાનમાં રાખીને દેશભરમાં વધારાની ટ્રેનો દોડાવી રહી છે

ભારતીય રેલવે દિવાળી અને છઠ પુજાનાં તહેવારને ધ્યાનમાં રાખીને દેશભરમાં વધારાની ટ્રેનો દોડાવી રહી છે.
રેલવેએ તહેવારો દરમિયાન ઉધનામાં મુસાફરોની માંગને પૂરી કરવા માટે કુલ 104 ટ્રેન દોડાવી છે, જેમાં 44 હોલિડે સ્પેશ્યલ હતી. આમાંથી એક તૃતીયાંશ સંપૂર્ણપણે અનારક્ષિત હતી, જેને કારણે સામાન્ય શ્રેણીમાં યાત્રા કરનારા મુસાફરોને લાભ થયો છે. અત્યાર સુધી એક લાખ 60 હજાર મુસાફરો દિવાળી અને છઠ તહેવાર પોતાનાં પરિવાર સાથે ઉજવવા પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચી શક્યા છે.
3 નવેમ્બર સુધી ઉધના જંક્શનથી લગભગ 31 હજાર મુસાફરો મુસાફરી કરી ચૂક્યા છે. રેલવેએ આ માટે ઉધના જંક્શન પર વિશેષ વ્યવસ્થા પણ કરી છે. સ્ટેશનનાં તમામ પ્રવેશ અને બાહ્ય દ્વાર પર 20થી 40 ટિકિટ ચેકિંગ સ્ટાફને ચોવીસ કલાક માટે તૈનાત કરવામાં આવ્યો છે. યાત્રીઓની સુવિધા માટે હોલ્ડિંગ એરિયામાં વિશેષ ટિકિટ બારી બનાવવામાં આવી છે.
દરમિયાન, આજે અમદાવાદથી અમદાવાદ-બરૌની સ્પેશિયલ, અમદાવાદ બનારસ સ્પેશિયલ, સાબરમતી-પટના સ્પેશિયલ અને અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે. આજે દિલ્હી-એનસીઆરથી દેશનાં વિવિધ ભાગો માટે 22 ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવશે, જેમાં સહરસા, જયનગર, પટણા, મુઝફ્ફરપુર, ગોરખપુર, દરભંગા, સિકન્દરાબાદ અને માલ્દા ટાઉનનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ