ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 18, 2024 10:53 એ એમ (AM) | રેલવે

printer

ભારતીય રેલવેએ ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમયમર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરી

ભારતીય રેલવેએ ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમયમર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરી છે. એક પરિપત્રમાં રેલવેએ જણાવ્યું છે કે, નવો નિયમ 1 નવેમ્બરથી અમલી બનશે.
પ્રવાસીઓ 31 ઓક્ટોબર સુધી પ્રવાસની તારીખનાં 120 દિવસ પહેલાં બુકિંગ કરાવી શકશે અને 60 દિવસ ઉપરાંતનાં થયેલા એડવાન્સ બુકિંગને રદ કરી શકાશે. તાજ એક્સપ્રેસ અને ગોમતી એક્સપ્રેસ જેવી દિવસનાં સમયે ચાલતી એક્સપ્રેસ ટ્રેનમાં હાલનાં ટૂંકા એડવાન્સ રીઝર્વેશન સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ ઉપરાંત, વિદેશી પર્યટકો માટે 365 દિવસની મર્યાદામાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ