ભારતીય રિઝર્વ બેન્કે લોન માહિતી કંપનીઓને કલોન માહિતી પૂરી પાડવા સંબંધિત ચોક્કસ દિશાનિર્દેશોનું પાલન ન કરવા બદલ સિટી બેંક પર 29 લાખ રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે.
બેંકે ગઈકાલે આશીર્વાદ માઈક્રો ફાઇનાન્સ લિમિટેડ પર 6 લાખ 20 હજાર રૂપિયાનો નાણાકીય દંડ પણ ફટકાર્યો હતો. કંપનીએ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓને કેટલાક દેવાદારોની ઘરગથ્થુ આવકની માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ રહી હતી. જેએમ ફાઇનાન્શિયલ હોમ લોન લિમિટેડ પર 1 લાખ 50 હજાર રૂપિયાનો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે.
કંપની વિવિધ શ્રેણીના દેવાદારો પાસેથી અલગ અલગ વ્યાજ દર વસૂલવા પાછળના કારણો આપવામાં નિષ્ફળ રહી હતી. રિઝર્વ બેંકે કહ્યું કે, નિયમનકારી પાલનમાં ખામીઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. તેનો હેતુ કંપની દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતાને અસર કરવાનો નથી.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 2:43 પી એમ(PM)
ભારતીય રિઝર્વ બેન્કે લોન માહિતી કંપનીઓને કલોન માહિતી પૂરી પાડવા સંબંધિત ચોક્કસ દિશાનિર્દેશોનું પાલન ન કરવા બદલ સિટી બેંક પર 29 લાખ રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે.