ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસને સતત બીજા વર્ષે વિશ્વના ટોપ સેન્ટ્રલ બેન્કર તરીકે પસંદગી પામ્યા છે. ગ્લૉબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ 2024 તરફથી તેમને એ પ્લસ ક્રમાંક પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી દાસને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતીય રિઝર્વ બેન્કમાં તેમના નેતૃત્વ, આર્થિક વિકાસ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાની દિશામાં તેમના કામને માન્યતા મળી છે.
રિઝર્વ બેન્કે ગત મંગળવારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું, ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડમાં શ્રી દાસને એ પ્લસ ગ્રેડ આપી તેમને વિશ્વના ટોપ બેન્કર જાહેર કરાયા છે. રિપોર્ટના મતે, શ્રી દાસ ઉપરાંત ડેનમાર્કના ક્રિશ્ચિયન થૉમસન અને સ્વિત્ઝર્લેન્ડના થૉમસ જૉર્ડનને પણ એ પ્લસ ક્રમાંક મળ્યો છે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 1:58 પી એમ(PM)