ભારતીય રિઝર્વ બેંકે સતત 11મી વખત રેપો રેટ સાડા છ ટકા યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. એવી જ રીતે સ્થાયી જમા સુવિધા દર એસડીએફ પણ સવા છ ટકા યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2023 પછી રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરોમાં ફેરફાર કરાયો નથી. જો કે, તરલતા પરનું ભારણ ઘટાડવા રિઝર્વ બેન્કે કેશ રિઝર્વ રેશિયો – સીઆરઆરમાં સહેજ ઘટાડો કરીને તે 4 ટકા કર્યો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ફુગાવાના વધતા દબાણ સામે સ્થિરતા જાળવવાની બેન્કની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. તેમણે કહ્યું કે, રિઝર્વ બેંકે નાણાંકીય વર્ષ 2025 માટે ફુગાવાનો સંભવિત દરનો અંદાજ અગાઉ 4.5 ટકા દર્શાવ્યો હતો. તેમાં સુધારો કરીને હવે 4.8 ટકા દર્શાવ્યો છે.
Site Admin | ડિસેમ્બર 6, 2024 7:40 પી એમ(PM) | ભારતીય રિઝર્વ બેંક