ભારતીય રિઝર્વ બૅંકે નાણાકીય ગેરરીતિઓને રોકવા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા હેતુથી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા નિયમો તાત્કાલિક અસરથી P2P પ્લેટફોર્મને ધિરાણ જોખમોના અનુમાન, ધિરાણ સંવર્ધનની રજૂઆત અથવા બાહેંધરીથી પ્રતિબંધિત કરે છે. જે નાણાકીય વ્યવહારોમાં મુદ્દલ અને વ્યાજ અથવા બંનેના સંપૂર્ણ નુકસાનની જવાબદારી ધિરાણકર્તાની હોવાનું સુનિશ્ચિત કરે છે.
અગાઉ આ પ્લેટફોર્મ પારંપરિક બૅંકિગ ચેનલોને હાસિંયાકૃત કરીને, વ્યક્તિગત ધિરાણકર્તાઓને સીધા ઉધારદાતાઓ સાથે જોડતા હતા. જોકે નવા માળખા અંતર્ગત આ પ્લેટફોર્મ દ્વારા ધિરાણ વાધારો કે બાહેંધરી સંબંધી વીમા ઉત્પાદનોના ક્રોસ સેલિંગ પર પણ રોક લગાવવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 9:18 એ એમ (AM) | #aakahvani #aakashvaninews