ભારતીય યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન, પેરિસ ઓલિમ્પિકની પુરુષ સિંગલ્સ બેડમિન્ટન સ્પર્ધાના ફાઇનલમાં જતા ચૂકી ગયા છે. સેમિફાઇનલમાં ડેનામાર્કના વિક્ટર એક્સેલસને લક્ષ્ય સેનને 22-20, 21-14થી હાર આપી હતી. લક્ષ્ય સેન અને ડેનામાર્કના ખેલાડી વચ્ચે મેચમાં જબરજસ્તટક્કર જોવા મળી. જોકે અંતે એક્સેલસને 22-20થી પ્રથમ ગેમ જીતી. બીજા રાઉન્ડમાં પણલક્ષ્ય સેને સારી શરૂઆત કરીને લીડ મેળવી હતી, જોકે તેઓ તેને જાળવી ન શક્યા અને 14-21થીહારનો સામનો કરવો પડ્યો. 22 વર્ષિય લક્ષ્ય સેન ભલે ફાઇનલ માટે ક્વૉલિફાય ન થયા, તેમનીપાસે હજી પણ કાંસ્ય ચંદ્રક જીતવાની તક છે. આવતીકાલે તેઓ કાંસ્ય ચંદ્રક માટે મલેશિયાનાજિયા લી સામે મેચમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે લક્ષ્ય સેન પહેલા ભાતીય પુરુષ બેડમિન્ટનખેલાડી છે, જેઓ ઓલિમ્પિક સેમિફાઇનલ મેચ રમ્યા.
Site Admin | ઓગસ્ટ 4, 2024 7:06 પી એમ(PM)