લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે, ભારતીય મૂળનાં લોકો વૈવિધ્યતા અને સર્વસમાવેશિતા જેવી લાક્ષણિકતા ધરાવે છે. ગઇ કાલે જીનિવામાં 149નાં આંતરરાષ્ટ્રીય સંસદીય સંઘમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા શ્રી બિરલાએ ભારતીય મૂળનાં લોકોનાં કૌશલ્ય,પ્રતિભા અને પ્રતિબધ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં ભારતની નેતાગીરી પર પ્રકાશ પાડ્યો હતો. ભારત-સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્વીકારતા શ્રી બિરલાએ બંને દેશો વચ્ચેનાં ઐતિહાસિક સહકારની યાદ અપાવી હતી.
Site Admin | ઓક્ટોબર 15, 2024 6:26 પી એમ(PM)
ભારતીય મૂળનાં લોકો વૈવિધ્યતા અને સર્વસમાવેશિતા જેવી લાક્ષણિકતા ધરાવે છે :લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા
