પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે ભારતીય મહિલા શૂટિંગ ખેલાડી મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. મનુ ભાકર શૂટિંગમાં ભારતને ચંદ્રક અપાવનારાં તેઓ પહેલાં મહિલા ખેલાડી બન્યાં છે. તેમણે 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં 221.7 પૉઈન્ટની સાથે શૂટિંગમાં ભારતને 12 વર્ષ બાદ ચંદ્રક અપાવ્યો છે. આ પહેલા રમિતા જિંદલે મહિલાઓની 10 મીટર એર રાઈફલ્સની ફાઈનલમાં જગ્યા બનાવી હતી..
મહિલા તિરંદાજીમાં દિપીકા કુમારી, અંકિતા ભકત અને ભજન કૌરની ત્રિપુટી આજે ક્વાર્ટર ફાઈનલ રમશે. બેડમિન્ટનમાં 2 વખતનાં ઑલિમ્પિક ચંદ્રક વિજેતા પી.વી. સિંધુએ ફાતિમાથને પહેલા તબક્કામાં 21—9, 21—6થી હરાવ્યાં છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રક જીતવા બદલ મનુ ભાકરને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, મનુ ભાકર પર દેશને ગર્વ છે. તેમની આ જીત અનેક ખેલાડીઓ અને ખાસ કરીને મહિલાઓને પ્રેરણા પૂરી પાડશે.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, મનુ ભાકર ઓલિમ્પિકમાં તિરંગો લહેરાવવાની ઇચ્છા ધરાવતી મહિલાઓ માટે પ્રેરણા બન્યાં છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત માટે આ એક ઐતિહાસિક ચંદ્રક છે. મનુ ભાકરની આ સફળતા ઘણી મહત્વની છે.