ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડીઓએ કઝગસ્તાનના અસ્તાનામાં ચાલી રહેલી એશિયાઈ ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. ભારતે ટેબલ ટેનિસ સ્પર્ધામાં મહિલાઓના વિભાગમાં આ પ્રથમવાર ચંદ્રક જીત્યો છે. સેમિફાઇનલમાં ભારતની ટીમ જાપાન સામે 3-1થી પરાજિત થતાં ભારતને કાંસ્ય ચંદ્રક મળ્યો છે.
સેમિફાઇનલમાં મોનિકા બત્રાનો સાતસુકી ઓડો સામે વિજય થયો હતો જ્યારે અહીકા મુખરજીનો-મિવા હારીમોટો સામે તેમજ સુતીર્થતા મુખરજીનો મીમા ઈતો સામે પરાજ્ય થયો હતો.
દરમિયાન ભારતના પુરૂષોની ટીમે કગઝસ્તાન સામે 3-1 થી વિજય મેળવીને સ્પર્ધાની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 7:43 પી એમ(PM)