ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 24, 2024 3:02 પી એમ(PM) | #Akashvani AkashvaniNews

printer

ભારતીય બેટ્સમેન શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ભારતીય બેટ્સમેન શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
38 વર્ષીય ધવને તેમના સોશિયલ મીડિયા પર નિવૃત્તિનો વીડિયો શેર કર્યો છે અને પરિવાર, કોચ અને ટીમના સભ્યોનો તેમના સમર્થન માટે આભાર માન્યો છે. શિખર ધવને ટીમ ઈન્ડિયા માટે 37 ટેસ્ટ, 167 ODI અને 68 T20માં ભાગ લીધો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 10 હજાર 867 રન બનાવ્યા છે જેમાં વનડેમાં 6793 રન સામેલ છે. ધવનના નામે વનડેમાં 17 સદી અને 39 અડધી સદી છે. તેમણે 15 મેચમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી. તેઓ છેલ્લી વખત ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં ભારત તરફથી રમ્યો હતો. 222-મેચની IPL કારકિર્દીમાં, ધવને 6,769 રન બનાવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ