ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં 295 રનનાં વિજયને પગલે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે આઇસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચનો ક્રમ મેળવ્યો છે. આ ઉપરાંત ઓપનર યશસ્વી જયસ્વાલે બેટ્સમેનની યાદીમાં બીજો ક્રમ મેળવ્યો છે.
પર્થમાં રમાયેલી મેચમાં બુમરાહે કુલ આઠ વિકેટ મેળવતાં દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડા અને ઓસ્ટ્રેલિયાના સીમર જોશ હેઝલવુડને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
બુમરાહ 883 રેટિંગ પોઇન્ટ સાથે કારકિર્દીમાં શ્રેષ્ઠ સ્થાને પહોંચ્યા છે. કોઈ ભારતીય ફાસ્ટ બોલરે આઇસીસી રેન્કિંગમાં મેળવેલા આ સૌથી વધુ પોઇન્ટ છે. ટેબલમાં સ્પિનર આર અશ્વિન 904 અને રવિન્દ્ર જાડેજા 899 પોઇન્ટ સાથે મોખરે છે.
વિરાટ કોહલીએ અણનમ 100 રન કરતા તેઓ નવ ક્રમ આગળ વધીને 13મા ક્રમે પહોંચ્યા છે.
Site Admin | નવેમ્બર 27, 2024 7:58 પી એમ(PM) | જસપ્રિત બુમરાહ