ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ યોજના ક્ષેત્ર બનાવવા બદલ સન્માન સમારોહ યોજાયો હતો. ઘોઘલા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના હોલ ખાતે યોજાયેલા આ સંમાન સમારંભમાં પોસ્ટ માસ્ટર જનરલ ક્રિષ્ના કુમાર યાદવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પાસબુક, મહિલા સન્માન સેવિગ સર્ટિફિકેટ, PLI બોન્ડ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેશોદ, જૂનાગઢ, વેરાવળ વગેરેના પોસ્ટ વિભાગના કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના મુખ્ય અતિથિ કૃષ્ણ કુમાર યાદવે પોસ્ટઓફિસની વિવિધ યોજનાઓની માહિતી આપીને યોજનાઓનો વધુને વધુ લાભ લેવા અપીલ કરી હતી.
Site Admin | જાન્યુઆરી 21, 2025 7:44 પી એમ(PM) | ભારતીય પોસ્ટ વિભાગ | સુકન્યા સમૃદ્ધિ યોજના
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ યોજના ક્ષેત્ર બનાવવા બદલ સન્માન સમારોહ યોજાયો હતો
