ભારતીય પુરુષ હોકી ટીમે ગઈકાલે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં સ્પેન સામે 2-0થી વિજય મેળવીને FIH પ્રો લીગમાં પોતાના પ્રથમ પોઈન્ટ મેળવ્યા છે. પ્રથમ મેચમાં 1-3થી હાર્યા બાદ ભારતે ગઈકાલે રમાયેલી મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું. મનદીપ સિંહે 32મી મિનિટે ત્યારબાદ 39મી મિનિટે દિલપ્રીત સિંહે ગોલ કર્યો હતો. ભારતીય પુરુષ ટીમનો મુકાબલો આવતીકાલે જર્મની સામે થશે.
આ સાથે મહિલાઓની હોકી મેચમાં ભારતનો ઇંગ્લેન્ડ સામે શૂટઆઉટમાં 1-2થી પરાજય થયો હતો. ભારત તરફથી નવનીત કૌર અને રુતુજા પિસાલે ગોલ કર્યો હતો. ભારતીય મહિલા ટીમ આવતીકાલે સ્પેન સામે રમશે.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 2:22 પી એમ(PM) | હોકી
ભારતીય પુરુષ હોકી ટીમે ગઈકાલે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં સ્પેન સામે 2-0થી વિજય મેળવીને FIH પ્રો લીગમાં પોતાના પ્રથમ પોઈન્ટ મેળવ્યા
