ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે દિલ્હીના અરૂણ જેટલી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ત્રણ મેચોની શ્રેણીના બીજા ટી20 મેચમાં બાંગ્લાદેશ સામે રમશે.ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગે આ મેચ શરૂ થશે. સૂર્ય કુમાર યાદવના નેતૃત્વમાં ભારત શ્રેણીમાં એક – શૂન્યથી આગળ છે.શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવીને સરળ જીત મેળવી હતી.આ મેચમાં અર્શદીપ સિંહ અને વરૂણ ચક્રવર્તીએ ત્રણ-ત્રણ વિકેટ લીધા હતા.જ્યારે હાર્દિક પંડ્યાએ માત્ર 16 બોલમાં 39 રન બનાવ્યા હતા.આઇસીસી મહિલા ટી20 વિશ્વકપના ગૃપ-એમાં આજે ભારત-શ્રીલંકા સામે ત્રીજી મેચ રમશે.ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગે આ મેચ શરૂ થશે. એન્ય એક મેચમાં બપોરે સાડા ત્રણ વાગે દક્ષિણ આફ્રિકા અને સ્કૉટલેન્ડ વચ્ચે મુકાબલો થશે. બંને મેચ દુબઈમાં રમાશે.આ પહેલા ભારતે પાકિસ્તાન સામે 6 વિકેટથી જીત હાંસલ કરી હતી. આ તરફ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ શ્રીલંકા ગૃપ-એમાં સૌથી નીચે છે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 9:36 એ એમ (AM) | ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ | ભારતીય મહિલા ક્રિકેટ ટીમ