ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ ખો-ખો વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આજે ફાઇનલમાં તેઓ નેપાળ સામે ટકરાશે.
ગઈકાલે એક રોમાંચક મેચમાં, પુરુષ ટીમે દક્ષિણ આફ્રિકાને 62-42 થી પરાજય આપ્યો છે. રમતના પહેલા તબક્કામાં દક્ષિણ આફ્રિકાએ મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ ભારતે બીજા તબક્કામાં શાનદાર વાપસી કરી હતી. ભારતના ગૌતમ એમ.કે. ને શ્રેષ્ઠ ખેલાડી અને સચિન ભાર્ગોને શ્રેષ્ઠ ફિલ્ડર જાહેર કરવામાં આવ્યા.
બીજી તરફ, ભારતીય મહિલા ટીમે પણ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે 66-16ના મોટા અંતરથી જીત મેળવી હતી. રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ વૈષ્ણવી પવારને શ્રેષ્ઠ ખેલાડી અને નિર્મલા ભાટીને શ્રેષ્ઠ ફિલ્ડરનો એવોર્ડ આપવામાં આવ્યો.
આ જીત બાદ મહિલા ટીમના કોચ સુમિત ભાટિયાએ કહ્યું કે ભારતીય ટીમ ફાઇનલ રમવા માટે સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે.
Site Admin | જાન્યુઆરી 19, 2025 8:45 એ એમ (AM) | ખો-ખો વિશ્વ કપ