ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 15, 2024 7:07 પી એમ(PM) | ભારતીય નૌકા દળ

printer

ભારતીય નૌકા દળ, ગુજરાતનાં ત્રાસવાદ વિરોધી દળ-ATS અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો-NCBની મદદથી પોરબંદરનાં દરિયાંમાંથી 70 નોટીકલ માઇલ દૂર 700 કિલો માદક પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો

ભારતીય નૌકા દળ, ગુજરાતનાં ત્રાસવાદ વિરોધી દળ-ATS અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો-NCBની મદદથી પોરબંદરનાં દરિયાંમાંથી 70 નોટીકલ માઇલ દૂર 700 કિલો માદક પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો છે, જેનું મૂલ્ય 3500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. ‘સાગર મંથન-4’ નામનાં આ અભિયાનમાં આઠ ઇરાની ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. તમામને માદક પદાર્થો સાથે પોરબંદર લાવવામાં આવ્યાં છે.
દિલ્હી એનસીબીની ટીમને પોરબંદરના દરિયામાં જહાજ મારફતે માદક પદાર્થો આવતા હોવાની મળેલી બાતમીને આધારે દિલ્હી એનસીબીની ટીમે નૌકા દળનો સંપર્ક કરીને ગઈ કાલે મોડી રાત્રે આ અભિયાન પાર પાડ્યું હતું.
સોશિયલ મિડીયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે, એનસીબી, ભારતીય નૌકા દળ અને ગુજરાત પોલિસનું આ સંયુક્ત અભિયાન નશા મુક્ત ભારતનાં સપનાને સાકાર કરવાની સરકારની પ્રતિબધ્ધતાનું ઉદાહરણ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ ઘટનાને ઐતિહાસિક સફળતા ગણાવીને આ અભિયાનમાં જોડાયેલી એજન્સીઓને અભિનંદન પાઠવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ