ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ, INS મુંબઈ આજે ત્રણ દિવસની મુલાકાતે કોલંબો પહોંચ્યું હતું, જ્યાં INS મુંબઈની શ્રીલંકાની પ્રથમ મુલાકાત દરમ્યાન શ્રીલંકા નૌકાદળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજની શ્રીલંકાની આઠમી મુલાકાત છે.
મુલાકાત દરમિયાન, INS મુંબઈ શ્રીલંકન વાયુસેના દ્વારા સંચાલિત ડોર્નિયર મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ માટે આવશ્યક સ્પેરપાર્ટ્સ પ્રદાન કરશે. આ મુલાકાત દરમિયાન ભારતીય યુદ્ધ જહાજ શ્રીલંકાની નૌકાદળ સાથે સંયુક્ત પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. જેમાં રમત-ગમતના કાર્યક્રમો, યોગ સત્રો અને દરિયાની સફાઈ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. INS મુંબઈ 29 ઓગસ્ટે શ્રીલંકાથી પરત ફરશે
Site Admin | ઓગસ્ટ 26, 2024 3:37 પી એમ(PM) | INS મુંબઈ
ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ, INS મુંબઈ આજે ત્રણ દિવસની મુલાકાતે કોલંબો પહોંચ્યું
