ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી ચાર દિવસની સત્તાવાર મુલાકાતે આજે ઇન્ડોનેશિયા પહોંચ્યા છે. તેઓ ઇન્ડોનેશિયાના સંરક્ષણમંત્રી, ઇન્ડોનેશિયાની સેનાના કમાન્ડર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા વિચારણા કરશે.
જેમાં સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધારવો, સંયુક્ત તાલિમ કાર્યક્રમ તેમજ સેનાની પ્રત્યક્ષ કામગીરીમાં સહકાર વધારવો જેવી બાબતો કેન્દ્રમાં રહેશે. સંરક્ષણ મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે, ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રનો સહકાર મજબૂત બનાવવાના ભાગરૂપે ભારતીય નૌકાદળના વડા ઇન્ડોનેશિયા ગયા છે.