ભારતીય નૌકાદળના જહાજ INS તર્કશે પશ્ચિમ હિંદ મહાસાગરમાં નશીલા પદાર્થનો બે હજાર 500 કિલોગ્રામથી વધુ જથ્થો જપ્ત કર્યો. સંરક્ષણ મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 31 માર્ચના રોજ પેટ્રોલિંગ દરમિયાન INS તર્કશને ભારતીય નૌકાદળના પી-8આઈ વિમાનોમાંથી આ વિસ્તારમાં કાર્યરત શંકાસ્પદ જહાજો અંગે માહિતી મળી હતી. આ જહાજો માદક દ્રવ્યોની દાણચોરી સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જણાતા તેમણે અટકાવવા માટે તર્કશે પોતાનો માર્ગ બદલ્યો.
શોધ અભિયાન દરમિયાન, બે હજાર 386 કિલો માદક પદાર્થ અને 121 કિલો હેરોઈન સહિત 2,500 કિલો માદક પદાર્થો મળી આવ્યા હતા.
Site Admin | એપ્રિલ 2, 2025 7:54 પી એમ(PM)
ભારતીય નૌકાદળના જહાજ INS તર્કશે પશ્ચિમ હિંદ મહાસાગરમાં નશીલા પદાર્થનો 2500 કિલોગ્રામથી વધુ જથ્થો જપ્ત કર્યો
