ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 5, 2024 8:07 પી એમ(PM)

printer

ભારતીય નિશાનેબાજ દિવાંશીએ પેરુમાં ISSF જુનિયર વિશ્વ નિશાનેબાજી ચેમ્પિયનશિપમાં મહિલાઓની 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ સ્પર્ધામાં તેનો બીજો વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીત્યો

ભારતીય નિશાનેબાજ દિવાંશીએ પેરુમાં ISSF જુનિયર વિશ્વ નિશાનેબાજી ચેમ્પિયનશિપમાં મહિલાઓની 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ સ્પર્ધામાં તેનો બીજો વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીત્યો છે. દિવાનશીએ 600માંથી 564 માર્ક્સ મેળવ્યા હતા જ્યારે માનવી જૈને 557 માર્ક્સ સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. શિખા ચૌધરી 554 માર્ક્સ સાથે ચોથા ક્રમે રહી હતી. પુરૂષોની જુનિયર સ્ટાન્ડર્ડ પિસ્તોલ સ્પર્ધામાં સુરજ શર્માએ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને મુકેશ નેલાવલ્લીએ આ સ્પર્ધામાં અગાઉ ચાર સુવર્ણ ચંદ્રક મેળવ્યા છે અને હવે કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
અગાઉ, મુકેશ નેલાવલ્લી, રાજવર્દન પાટીલ અને હરસિમાર સિંહ રટ્ટાની ત્રિપુટીએ પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ટીમ સ્પર્ધા જીતી લીધી હતી. ભારત 13 સુવર્ણ ચંદ્રક બે રજત અને છ કાંસ્યસહિત કુલ 21 મેડલ જીતીને ટેબલમાં ટોચ પર છે. નોર્વે ચાર સુવર્ણ ચંદ્રક, ત્રણ રજત અને ત્રણ કાંસ્ય સહિતદસ મેડલ સાથે બીજા સ્થાને છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ