ભારતીય દિવ્યાંગ ક્રિકેટ પરિષદ- DCCIએ દિવ્યાંગ ક્રિકેટ ચેમ્પિયન ટ્રોફી માટે 17 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. DCCIની રાષ્ટ્રીય પસંદગી પેનલે જયપુરમાં સઘન તાલીમ શિબિર પછી ટીમની પસંદગી કરી છે. ભારતીય ટીમ પહેલી મેચ વિક્રાંત રવીન્દ્ર કેનીની કપ્તાની હેઠળ પાકિસ્તાન સામે રમશે. આગામી 12 તારીખથી શ્રીલંકામાં સ્પર્ધાનો પ્રારંભ થશે અને ફાઈનલ મેચ આ મહિનાની 21મીએ રમાશે.ઉલ્લેખની છે કે વર્ષ 2019માં દિવ્યાંગ ખેલાડીઓ માટેની ટૂર્નામેન્ટ બાદ પ્રથમ વખત આ ચેમ્પિયન્સ ટ્રોફી સ્પર્ધા યોજાઈ રહી છે.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:50 પી એમ(PM)