ભારતીય તબીબી મંડળ ગુજરાત – I.M.A.એ પરસ્પર શૈક્ષણિક પ્રવૃત્તિઓને મજબૂત કરવા ગઈકાલે રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય – NFSU સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ અંગે NFSUના કુલપતિ પદ્મશ્રી ડૉ. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે, ‘આ કરારથી બંને સંસ્થાઓ ઇમરજન્સી ટૉક્સિકૉલૉજી, ડાયગ્નોસ્ટિક સુવિધાઓ, તબીબોની તાલીમ અને વિસ્તૃત સંશોધનની તક વધશે. આ કરાર હેઠળ, સચોટ તબીબી નિદાન અને શોધ માટે ઝેર અને ઉપચારાત્મક દવાની દેખરેખ સંબંધિત કેસની પણ તપાસ હાથ ધરાશે.
IMAના પ્રમુખ ડૉ. મેહુલ શાહે ન્યાયસહાયક વિજ્ઞાનની વિવિધ શાખાઓ અને સંલગ્ન વિષયોમાં NFSU દ્વારા થઈ રહેલા સંશોધન કાર્ય, તાલીમ અને પરામર્શ કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ‘આ કરાર શૈક્ષણિક અને તબીબી શ્રેષ્ઠતા માટે બંને સંસ્થાઓની પ્રતિબદ્ધતાને મજબૂત કરશે.’
Site Admin | ઓક્ટોબર 26, 2024 9:51 એ એમ (AM) | ડૉ. જે. એમ. વ્યાસ