ભારતીય તટરક્ષક દ્વારા દરિયામાં ડૂબી ગયેલા ભારતીય જહાજના નવ ખલાસીઓને બચાવી લેવાયા છે. પોરબંદર જિલ્લાના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે, કચ્છના મુન્દ્રાથી યમન જઈ રહેલા ભારતીય જહાજ “MSV તાજ ધારે હરમ” ઉત્તર અરબી સમુદ્રમાં ખરાબ હવામાન અને દરિયાઈ મોજાના કારણે ડૂબી ગયું હતું. તટરક્ષક દ્વારા પોરબંદરથી આશરે 311 કિમી પશ્ચિમથી જહાજના 9 સભ્યોને બચાવી પોરબંદર લવાયા હતા. આ તમામ નવ સભ્યોને આજે સવારે સલામત રીતે પોરબંદરની જેટી પર લવાયા હતા.
Site Admin | ડિસેમ્બર 27, 2024 7:15 પી એમ(PM) | દરિયા