ભારતીય તટરક્ષક દળોએ આજે માલવાહક પોત આઇ ટી ટીપ્યૂમાના ચાલક દળના અગિયાર જેટલા સભ્યોને ઉગારી લીધા છે. આ જહાજ કોલકાતા બંદરેથી પોર્ટબ્લેરજઈ જતા પશ્ચિમ બંગાળના દરિયામાં ડૂબી ગયું હતું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કેજહાજ દ્વારા સંદેશ મળ્યા બાદ તુરત જ તટરક્ષક દળના બે જાલયાન અને એક ડોર્નયર વિમાનઘટના સ્થળ માટે રવાના થયા હતા.
Site Admin | ઓગસ્ટ 26, 2024 7:17 પી એમ(PM) | ભારતીય તટરક્ષક દળ