પાટણના સહસ્ત્રલિંગ સરોવરમાં અંદાજે એક હજાર વર્ષ પહેલા જનહિતાર્થે પોતાના દેહનું બલિદાન આપનારા સંત વીર મેઘમાયાની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા આજે રૂપિયા પાંચની ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવામાં આવી છે.પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે, અમદાવાદની શાહીબાગ ટપાલ કચેરી ખાતે અમદાવાદના પૂર્વ સાંસદ ડૉ. કિરિટ સોલંકી અને અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવની ઉપસ્થિતિમાં આ ટિકિટનું વિમોચન કરાયું હતું.
Site Admin | ડિસેમ્બર 31, 2024 7:15 પી એમ(PM)