ભારતીય ટપાલ વિભાગ દ્વારા દમણ-દીવને સંપૂર્ણ સુકન્યા કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરાયા છે. દમણના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે, દેશમાં આ પહેલું કેન્દ્રશાસિત પ્રદેશ છે, જ્યાં સુકન્યા સમૃદ્ધિ યોજવામાં લક્ષ્યાંક પૂર્ણ થયો છે. દમણ અને દીવમાં 18 વર્ષ સુધીની બાળકીઓનો આ યોજનામાં સમાવેશ કરાયો છે. દમણમાં ટપાલ કચેરી દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સુકન્ય સમૃદ્ધિ યોજનાની માહિતી આપવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 2, 2025 8:47 એ એમ (AM)