ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 25, 2024 7:47 પી એમ(PM)

printer

ભારતીય ટપાલ વિભાગ દ્વારા પેન્શન ધારકોને ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર બનાવી આપવામાં આવશે

ભારતીય ટપાલ વિભાગ દ્વારા પેન્શન ધારકોને ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર બનાવી આપવામાં આવશે. હવે પેન્શન ધારકોએ આ પ્રમાણપત્ર રજૂ કરવા કોઈ ટ્રેઝરી, બેન્ક કે અન્ય વિભાગમાં જવાની જરૂર નહીં રહે.અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે આ અંગે જણાવ્યું હતું કે,‘પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પૉસ્ટમેન અથવા ગ્રામીણડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર 70 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઑનલાઈન પહોંચી જશે, જેથી પેન્શન મળવામાં કોઈ અડચણ નહીં થાય. આ સુવિધા તમામ ડાકઘરોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ