સર્વોચ્ચઅદાલત આજે બંધારણના અનુચ્છેદ361ની રૂપરેખાને તપાસવા સંમત થઈ છે, જે કોઈપણપ્રકારની ફોજદારી કાર્યવાહીથી રાજ્યપાલોને પ્રતિરક્ષા પ્રદાન કરે છે. સર્વોચ્ચઅદાલતે આ આદેશ પશ્ચિમ બંગાળ રાજભવનની પૂર્વ મહિલાકર્મચારીની અરજી પર આપ્યો છે. આ અરજી રાજ્યપાલ સીવી આનંદ દ્વારા કથિત છેડતી અનેત્યાંના અધિકારીઓ દ્વારા મહિલા કર્મચારીને ખોટી રીતે કેદ કરવા સંબંધિત છે. મુખ્યન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ જે બીપારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે મહિલાની અરજી પર પશ્ચિમ બંગાળ સરકારને નોટિસજારી કરી હતી
Site Admin | જુલાઇ 19, 2024 8:17 પી એમ(PM) | ટપાલ | સર્વોચ્ચઅદાલત