ભારતીય જીવવિજ્ઞાની અને વન્યજીવન સંરક્ષણવાદી પૂર્ણિમા દેવી બર્મનને ટાઇમ મેગેઝિન દ્વારા “વુમન ઓફ ધયર” એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કાર્ય માટે આપવામાં આવે છે. આ યાદીમાં ૪૫ વર્ષીય પૂર્ણિમા દેવી એકમાત્ર ભારતીય મહિલા છે. આસામની પૂર્ણિમા દેવી લુપ્તપ્રાય સ્થાનિક હરગીલા પક્ષીના રક્ષણ માટે તેમના અસાધારણ પ્રયાસો માટે જાણીતા છે. ૧૩ મહિલાઓની યાદીમાં ફ્રેન્ચ અભિનેત્રીઓ નિકોલ કિડમેન અને ગિસેલ પેલિકોટનો પણ સમાવેશ થાય છે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 6:19 પી એમ(PM) | ભારતીય
ભારતીય જીવવિજ્ઞાની અને વન્યજીવન સંરક્ષણવાદી પૂર્ણિમા દેવી બર્મનને ટાઇમ મેગેઝિન દ્વારા “વુમન ઓફ ધયર” એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા
