ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 5, 2024 2:15 પી એમ(PM)

printer

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન આજે સાંજે સાડા પાંચ વાગ્યે મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાનમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અનેક કેન્દ્રીય મંત્રીઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. અમારા મુંબઇના પ્રતિનિધી જણાવે છે કે આ સાથે ઘણા આધ્યાત્મિક નેતાઓ, દ્રષ્ટાઓ, કલાકારો અને લેખકો સહિત અન્ય લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા હોવાથી શપથ ગ્રહણ સમારોહ માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ દિવસનું મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે. આ દરમિયાન, નવા ચૂંટાયેલા સભ્યો શપથગ્રહણ કરશે. પ્રથમ દિવસે રાજ્યપાલ સી.પી રાધાક્રિશ્નન સંયક્ત સત્રને સંબોધશે અને વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે. આ જ દિવસે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહાયુતિ સરકાર ગૃહમાં
બહુમતી પુરવાર કરશે.ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શ્રેષ્ઠ દેખાવનો શ્રેય શ્રી ફડણવીસને આપવામાં આવ્યો છે. રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 132 બેઠકો પર જીત મેળવી છે.