ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે બપોરે જમ્મુ પહોંચી રહ્યા છે.જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે તેઓ બપોરે બાદ ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કરશે.
ભારતીય જનતા પાર્ટીએ તેના એક્સહેન્ડલ પર શાહના જમ્મુ કાર્યક્રમની વિગતો શેર કરી છે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રભારી કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, રામ માધવ અને રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ પણ હાજર રહે તેવી શક્યતા છે. ભાજપે રાજ્યની જનતા સાથે વાત કર્યા બાદ આ ઠરાવ પત્ર તૈયાર કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને સ્ટાર પ્રચારક શાહ 7 સપ્ટેમ્બરે પલૌડાના મનહાસ મેદાનમાં, કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરશે. જમ્મુ અને સાંબા જિલ્લાની 14 વિધાનસભા મતવિસ્તારના કાર્યકરો તેમાં ભાગ લેશે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 2:43 પી એમ(PM) | અમિત શાહ | ચૂંટણી