ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબસિંહ સૈનીએ આજે હરિયાણાના મુખ્યમંત્રી પદે બીજી વાર શપથગ્રહણ કર્યા. શાલીમાર ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ બંદારુ દત્તાત્રયે શ્રી સૈનીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પદ અને ગુપ્તતાનાં શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે 13 ધારાસભ્યોએ કેબિનેટ અને રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે શપથ લીધા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ રાજથનાસિંહ, અમિત શાહ, નિતીન ગડકરી ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપ શાસિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 17, 2024 7:50 પી એમ(PM) | મુખ્યમંત્રી
ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબસિંહ સૈનીએ આજે હરિયાણાના મુખ્યમંત્રી પદે બીજી વાર શપથગ્રહણ કર્યા
