ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબ સિંહ સૈની આજે સતત બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પંચકુલાના શાલીમાર ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થતિ રહેશે. અગાઉ ગઈકાલે, શ્રી સૈની રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને મળ્યા હતા અને ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
દરમ્યાન શ્રી સૈનીએ કહ્યું છે કે રાજ્યમાં 24 હજાર સરકારી નોકરીઓ માટે આયોજિત ભરતી પરીક્ષાના પરિણામ આજે જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે હરિયાણા જાહેર સેવા આયોગ અને હરિયાણા સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા પસંદ કરાયેલા આ ઉમેદવારોને ચારિત્ર્ય ચકાસણી અને મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવા માટે વધારાનો સમય આપવામાં આવી રહ્યો છે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 2:21 પી એમ(PM) | મુખ્યમંત્રી
ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબ સિંહ સૈની આજે સતત બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
