ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે પક્ષે બીજી સપ્ટેમ્બરે તેની રાષ્ટ્રીય સભ્યપદ ઝુંબેશની પ્રારંભના માત્ર આઠ દિવસમાં બે કરોડથી વધુ નવા સભ્યોની નોંધણી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ સભ્ય બનીને આ ઝૂંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. એક નિવેદનમાં, ભાજપના મહામંત્રી વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે ભાજપના વડા જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મહામંત્રી (સંગઠન) બીએલ સંતોષે નવ રાજ્યોના હોદેદ્દારો સાથે સભ્યપદ અભિયાનની સમીક્ષા કરી હતી. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 10:09 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | India
ભારતીય જનતા પાર્ટીએ બીજી સપ્ટેમ્બરે તેની રાષ્ટ્રીય સભ્યપદ ઝુંબેશની પ્રારંભના માત્ર આઠ દિવસમાં બે કરોડથી વધુ નવા સભ્યોની નોંધણી કરી
